જય શ્રીગોગા મહારાજ🙏
નવા આવનાર સૌ શ્રદ્ધાળુ ભક્તો,
જય મહાદેવ🙏
શ્રી ગોગાબાપાનો ચમત્કાર સાક્ષાત છે. બાપાનું આશીર્વચન 2026માં અક્ષરે અક્ષર સાચું પડ્યું. આ વાંચીને શ્રદ્ધા વધુ દ્રઢ થાય છે.
ઉમતા ગાદીએ આવનાર નવા શ્રદ્ધાળુઓ માટે મારો સંદેશ👇
જય શ્રી ગોગા મહારાજ🙏
ઉમતા ધામે બિરાજતા શ્રી ગોગાદેવ બાપાની કૃપા અપરંપાર છે.
વર્ષ 2016માં બાપાએ અમેરિકાના વીઝા અમારા પ્રથમ પ્રયત્ને મળી જવાના આશીર્વાદ આપતા કહેલું - "વીઝા માટે આ ચોકી કરી દીધી છે, જ્યારે પણ વીઝા માટે અરજી કરશો ત્યારે પ્રથમ પ્રયાસમાં જ ત્રણેયને 1 મિનિટના વિલંબ વગર વીઝા મળશે".
૬ વર્ષ બાદ વર્ષ ૨૦૨૨માં, 30 સેકન્ડના ઇન્ટરવ્યૂમાં બાપાનું આશીર્વચન સત્ય થયું. અમારી આગળ કોઈને વીઝા ન મળ્યા, પણ બાપાની ચોકી હતી એટલે અમને ત્યારે મળી ગયા.
શ્રી ગોગાબાપાનો આ ચમત્કાર નથી તો બીજું શું..?
બસ બાપા પર દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ તો બાપા જે કહે છે તે કરે જ છે.
ઉમતા કે રામપુરા બાપાની ગાદી પર આવો છો તો એક જ વાત યાદ રાખજો -
બાપાના શબ્દો ક્યારેય ખોટા ન પડે.
"બાપા પર શ્રદ્ધા રાખો, બાપા તમને ક્યારેય નિરાશ નહીં કરે".
હરીશભાઈ જરીવાલા અને પરિવારના
સૌ શ્રદ્ધાળુ સેવકોને સપ્રેમ જય મહાદેવ🙏
જય શ્રીગોગા મહારાજ🙏
જય મહાદેવ🙏
શ્રી વાઘુબાપા, શ્રીરોહિતબાપા, શ્રીયુત અમિતભાઈ, અ.સૌ.અંબાભાભી, અ.સૌ.અમિતાબેન, અને અ.સૌ.આશાબેન
સપ્રેમ વંદન સહ જય મહાદેવ🙏
ઉમતા ધામના શ્રી ગોગાદેવ બાપાની સૌ શ્રદ્ધાળુઓ પર અસીમ કૃપા હોજો🙏
30 વર્ષથી અમે ઉમતા શ્રી ગોગાદેવ મહારાજના દર્શને આવીએ છીએ. વર્ષો પહેલા શ્રીગોગાબાપાએ આશીર્વાદ આપ્યા હતા કે હરીશ તારા પરિવાર નું પાછલું જીવન અમેરિકામાં વીતશે.
આજે એ આશીર્વાદ ફળી રહ્યા છે- 11 વર્ષ પહેલા દીકરો અમેરિકા ભણવા ગયો, બાપાની કૃપાથી ત્યાં સારી સ્કીલ જોબ કરી રહ્યો છે. હવે એ અમને ત્રણેય (મમ્મી પપ્પા અને બહેન) ને અમેરિકા બોલાવી રહ્યો છે.
શ્રી ગોગાબાપાની કૃપા અપરંપાર છે 💫
અમે 17મી જૂન, બુધવારે શ્રી ગોગાદેવ મહારાજની કૃપાથી અમેરિકા જવા રવાના થઈશું ✈️
સૌ ભક્તજનોને જય મહાદેવ🙏
અને શ્રી ગોગાદેવ મહારાજના ચરણોમાં વંદન.
બાપા, આશીર્વાદ આપજો🙏
જય ગોગા મહારાજ 🚩
હરીશભાઈ જરીવાલા અને પરિવારના
સૌ શ્રદ્ધાળુઓ સેવકોને જય મહાદેવ🙏
જય મહાદેવ બાપા
મારાં સાઢુભાઈ જેઓ ગામડે રહે છે એમના દીકરા ને ઘરે બે દીકરીઓ છે અમે બાપા નો ભરોસો આપેલો કે ગોગા મહારાજ ના દર્શને આવો બાપા તમારી મનોકામના જરૂર પુરી કરશે.એ લોકો ગામડે થી સુરત બાપા ના આશીર્વાદ લેવા સુરત આવેલા. મહારાજના દર્શન કર્યા. વાઘુબપાએ આશીર્વાદ આપેલા કે બેન ચિન્તા ની કરો તમારા ઘરે બાપા દીકરો આપશે.
આજે ગોગા મહારાજના આશીર્વાદ થી તાારીખ: ૧૧/૦૬/૨૦૨૬ વાર: ગુરુવાર વહેલા સાવરે 1.40 કલાકે દીકરાનો જન્મ થયો છે."ગામ: પલાસવા તાલુકો: જુનાગઢ
ઘરમાં લક્ષ્મીજી (બે દીકરીઓ) તો હતી જ, અને હવે ગોગા મહારાજના આશીર્વાદથી દીકરાનું પારણું બંધાયું છે.આખા ઘરમાં ખુશી છે.
હે મહારાજ ભરોસો રાખનારનો ભરોસો પૂરો કરજો
🙏જય મહાદેવ જય ગોગા🙏 પ્રભુ અધિક મહિનાની જેઠ સુદ પાંચમ ના દિવસે શ્રી રોહિત બાપા ના ખોડિયે ગોગા બાપા અને ખોડીયાર માતા એ આશીર્વાદ🙏 આપેલા કે તું અમેરિકા જશે તો તને કેવી રીતે ખબર પડશે કે મેં દેવ તારી જોડે આવ્યા છે એટલે તેમણે નિશાની આપીને કીધું હતું બીજું કાળા કપડા વાળી કોઈપણ સ્ત્રી આવકારો આપે કે જોડે રહે તો એમ સમજજે કે દેવ તારી જોડે છે અને જેવું કીધું તે જ અમારી જોડે થયું મુંબઈ એરપોર્ટ પર ત્યારથી લઇ અમેરિકા એરપોર્ટની બહાર નીકળ્યા ત્યાં સુધી જોડે ને જોડે હતા🙏ગોગા મહારાજ અને માતાના ચરણોમાં 🙏એક જ પ્રાર્થના આવી રીતના જીવન ભર સાથે રહેજો. શ્રી વાઘુ બાપા શ્રી રોહિત બાપા ને કોટી કોટી વંદન🙏🛕🚩💐
પાંચમના દિવસે ધીજ આપી હતી કે પૂનમના દિવસે 3 કાળી ચકલી આવશે અને બાપા પોતાની આપેલી ધીજપુરી કરી.
હે ગોગા મહારાજ, હું આપનો હૃદયથી આભાર માનું છું. લગ્નના ૧૦ વર્ષ પછી પણ અમને સંતાનસુખ પ્રાપ્ત થતું નહોતું. અનેક દવાઓ, સારવાર અને ઘણા ભગવાનની ભક્તિ છતાં જીવનમાં ખાલીપણું હતું. સાથે સાથે મારી માતાજીની તબિયત પણ સતત ખરાબ રહેતી હતી.
ત્યારે આપના એક જુના ભક્ત દ્વારા અમને આપનો માર્ગ મળ્યો. તેમણે કહ્યું કે ગોગા મહારાજ દરેક દુઃખનો ઉકેલ આપે છે અને સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી.
ત્યારથી મેં દર અઠવાડિયે રામપુરા મંદિરે જવાનું શરૂ કર્યું અને શ્રાવણ મહિનાની પૂનમે ઉમતાધામ ખાતે આપની સભામાં હાજરી આપી. ત્યાં વાઘુ બાપાએ આશીર્વાદ આપ્યા કે તને હું જેઠ મહિનામાં દેવ જેવો દીકરો આપીશ.🙏
વાઘુ બાપાના આશીર્વાદથી અને રોહિત બાપાના આશીર્વાદથી ૧૮ મે ૨૦૨૬ના રોજ, જેઠ મહિનામાં મારા ઘરે ૨ દીકરાઓનો જન્મ થયો છે, બન્ને એકદમ સ્વસ્થ છે. આજે મારી માતાજીની તબિયત પણ આપના આશીર્વાદથી સંપૂર્ણ સારી છે.
હે ગોગા મહારાજ, હું જીવનભર આપનો ઋણી રહીશ. હું સંપૂર્ણ રીતે આપના ચરણોમાં સમર્પિત છું. એવી જ કૃપા આપ દરેક ભક્ત પર વરસાવતા રહો.
જય ગોગા મહારાજ 🙏 જય મહાદેવ 🙏
ભગવાન શ્રી ગોગા દેવ મહારાજના આશીર્વાદથી ઢબુ વાલા પરિવાર ના ઘરે કાલે ચેતનભાઇ ની દીકરી ના ઘરે ગોગા બાપાના આશીર્વાદથી દીકરાનો જન્મ થયો છે અધિક જેઠ પાંચમના રોજ સાંજે ૬.૪૦ દીકરાનો જન્મ થયો છે ભગવાન ગોગા મહારાજ તેને ખૂબ સુખી રાખે અને સદાય સહાયતે રહે એવા ગોગા મહારાજના આશીર્વાદ......
🙏🙏🙏🙏🙏🙏🙏
શિવરાજ
ઓળી ઝોળી પીપળ પાન ગોગા મહારાજે પાડ્યું શિવરાજ નામ,
કિશનભાઇ પરેશભાઈ પટેલ ગામ લસકાણા, સુરત
બાપાની દિકરી મેહાબેન કિશનભાઈ
લસકાણા એ
પૂજ્ય શ્રી વેરશીબાપા નું વાલુ પટેલ ફળિયું, લસકાણા નો અને શ્રી ગોગા મહારાજ નો ત્રણ પેઢીથી સંગાથ છે, બાપાએ આજે ફરીથી દીકરો આપીને અને એ ભાવ અને પ્રેમ અમર કરી નાખ્યો,
ભગવાન અમને અને લસકાણા પટેલ ફળિયાને સદાય આવા હસતા અને પ્રેમ ભાવથી મળતા રખાવે,
જય ગોગાદેવ
જય મહાદેવ
સહર્ષ ખુશાલી સાથે જાણવાનું કે ગોગા મહારાજ ની કૃપા થી આજ દિન ૭ તારીખે સાંજે ૭ વાગે ગોગા મહારાજ વાઘુ બાપા ના આશીર્વાદ થી અમારા સવાણી પરિવાર માં આજ આંગણે એક દિકરાનો જન્મ થયો છે તો ગોગા મહારાજ તેમજ વાઘુ બાપા ના ખૂબ ખૂબ આશીર્વાદ મારા આવનારા દીકરા પર વર્ષાવેલ છે